દુરાગ્રહ

You are currently viewing દુરાગ્રહ

યાદ કરતો નથી, કેમકે તું ભુલતો નથી,
વાત કરતો નથી, કેમકે તું બોલતો નથી,

લાગણીઓ મારી પણ છે, ભારોભાર,
વ્યકત કરતો નથી, કેમકે તું તોલતો નથી.

બેસીને બ્હાર તારી વાટ જોયા કરું છું,
ટકોરા કરતો નથી, કેમકે તું ખોલતો નથી.

હાથ પકડી ને તને, લઈ જવો છે ઘરે,
આગ્રહ કરતો નથી, કેમકે તું ચાલતો નથી.

મારે તો “કાચબા”, તડ નું ફડ કરવું છે,
ચર્ચા કરતો નથી, કેમકે તું બોલતો નથી.

– ૦૩/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply