દૂરથી દેખાતો’તો, એવો તું નથી,
જોઈને પરખાતો’તો, એવો તું નથી,
ધીમું ધીમું બોલીને, મંદ મંદ હસતો’તો,
બોલતાં શરમાતો’તો, એવો તું નથી,
કોઈની સાથે વાત કરતાં, આંખ નો’તો મિલાવતો,
સામું જોતાં ગભરાતો’તો, એવો તું નથી,
સમજ કશી પડે નહીં, તો મનમાં મનમાં મૂંઝાતો’તો,
પૂછતાં ખચકાતો’તો, એવો તું નથી,
નહીં ખોટા દંભ-ડોળ કે આડંબરમાં રાચતો’તો,
સહજ રીતે સમજાતો’તો, એવો તું નથી,
તારું નામ લઈને હું તો, ગામ આખામાં ફરતો’તો,
ગર્વથી ફુલાતો’તો, એવો તું નથી,
“કાચબા”ના કોચલેથી, મગરમચ્છ તું નીકળ્યો,
ગાય જેવો લાગતો’તો, એવો તું નથી.
– ૧૬/૦૬/૨૦૨૧
લાજવાબ ભાઈ