એક સમાન

You are currently viewing એક સમાન

અવસર તનેય પૂરો મળશે,
સોનાથીયે રૂડો મળશે,

સૌના જેવોજ મોટો, ખાલી,
તનેય એક ઘડૂલો મળશે.

સપનું જોઈને જાગી જાજે,
જુસ્સો તને ઉકળતો મળશે.

કશું નહીં તો મંથન કરજે,
સંકલ્પ કોઈ, અધૂરો મળશે.

પે’લું જ પગલું માંડતા, થોડું –
આગળ જઈને પ્રારબ્ધ મળશે.

ચાલ્યા તું કરશે જો નિરંતર,
એક દી પડાવ મધુરો મળશે.

જેટલો મીન સસા ને મળ્યો,
સમય તને પણ એટલો મળશે.

ઝડપી લેવી “કાચબા” તારે,
તક સોનેરી, એક જ મળશે.

– ૧૫/૦૯/૨૦૨૧

[જે ૨૪ કલાક બધાને મળે છે, તને પણ મળે છે. સમસ્યાઓ, જવાબદારીઓ અને અવસર બધાને માટે “એક સમાન” માત્રામાં ઉપલબ્ધ છે. તું કોનો, ક્યારે, કેટલો અને કેવો ઉપયોગ કરે છે એનાં પર તારું ભવિષ્ય નિર્ભર છે…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 6 Comments

  1. સ્વાતિ શાહ

    એક ડી પડાવ મધુરો મળશે 👌👌👌👌
    લાજવાબ 👌👌👌
    જબરજસ્ત અભિવ્યક્તિ 👌👌👌👌

  2. દરજી મનિષ કુમાર ભીખુભાઈ "મિત્ર"

    વાહ વાહ વાહ….. જિંદગીની ફિલસૂફી રજૂ કરતી અતિસુંદર પંક્તિઓ દ્વારા ઉત્તમ અભિવ્યક્તિ હાર્દિક ધન્યવાદ 🙏

  3. Ishwar panchal

    સમય નો સાચો ઉપયોગની પ્રેરણા વર્ધક કવિતા.
    સરસ.

  4. Kunvariya priyanka

    વાહ

  5. મનોજ

    khub saras vaat, badhane ek sarkho j samay male chhe, tak ekaj vaar male chhe ane ene zadpi levani hoy chhe.👍👍

  6. Sandipsinh Gohil

    Motivational Creation