આંખમાં આવું, તો કાજળ જેમ અંજાઈ જાઉં,
હાથમાં આવું, તો કંકણ જેમ બંધાઈ જાઉં,
હોઠ પર આવું, તો લાલી જેમ ફેલાઈ જાઉં,
ગાલ પર આવું, તો ખંજન જેમ ખોડાઈ જાઉં,
કાન પર આવું, તો બુટ્ટી જેમ લટકાઈ જાઉં,
નાક પર આવું, તો ગુસ્સા ભેર ભટકાઈ જાઉં,
વાળમાં આવું, તો ગજરા જેમ મહેકાઈ જાઉં,
જીભ પર આવું, તો ટહુકા જેમ ચહેકાઈ જાઉં,
ભાલે આવું, તો ચાંદલા જેમ ચોળાઈ જાઉં,
સેંથે આવું, તો સિંદૂર જેમ પુરાઈ જાઉં,
કંઠે આવું, તો સૂત્ર જેમ વીંટળાઈ જાઉં,
સામે આવું, તો “કાચબા” શરમાઈ જાઉં.
– ૨૨/૧૨/૨૦૨૧
[તારાં વિશે સાભળ્યા પછી જીવનમાં હવે એક જ ઈચ્છા છે કે તારો થઈ જાઉં, તારામાં એવો તો સમાઈ જાઉં કે તારી સાથે “એકાકાર” થઈ જાઉં, તારાં અંગે અંગમાં ભળી જાઉં, નસે નસમાં વહી જાઉં, જ્યાંથી હું અને તું નો કોઈ ભેદ જ ન રહે…]
એકાકાર થવા માટે નું અદભુત વર્ણન .સાથે દરેક પકંતી માં ગહરી સૌચ.