સાંજ થઇ તોયે તારો પત્તો નથી,
સવારનો ભૂલો પડેલો, ક્યારે પાછો આવશે?
નથી ખબર સમય, કેટલો બાકી મારો,
યમ નો પાડો લેવા, હમણાં આવશે કે પછી આવશે?
જેવો ટકોરો પડ્યો, હું ચગડોળે ચડ્યો,
કે સૌથી પેહલા અંદર, એ આવશે કે તું આવશે?
આખી બાજી છે હવે તારા હાથમાં,
તું જ નક્કી કર, તું આવશે કે તારી યાદ આવશે?
– ૨૮/૧૦/૨૦૨૦