હાથ પર હાથ રાખીને, બેઠાં આપણે,
આંખમાં આંખ નાંખીને, જોતાં આપણે,
પોટલાં અપેક્ષાના ઉતાર્યા ખભેથી,
અભરાઇએ વ્યવસ્થિત, ગોઠવતા આપણે.
સફર જીંદગીનો કેટલો સોહામણો,
અલકમલકની વાતો, કરતા આપણે.
સંસ્કારોનું ભાથું જે ભરીને લાવ્યા સાથે,
બરાબર વ્હેંચીને, જમતા આપણે.
આવે જો કોઈ અંદરથી ઢંઢોળવા,
ચૂકવી છે કિંમત, એમ કહેતા આપણે.
પળેપળ બદલાય છે ચિત્ર પડદા પર,
પૂરપાટ મસ્તી માં, દોડતાં આપણે.
બોલાવે કોઈ મુકામ મનગમતો “કાચબા”,
હસીને છૂટા પડી જતાં આપણે.
– ૧૧/૦૩/૨૦૨૧