આજીજી કરવાની જરૂર નથી,
નજરથી નજર મિલાવી દેજો,
મનમાં જે પણ હોય તમારા,
નજરના ઈશારે બતાવી દેજો.
ગમી જાઉં તો ઉપરથી-નીચે,
નજર એકવાર ફેરાવી દેજો.
ભૂલો પડીશ હું તમારા ગામમાં,
નજરથી રસ્તો દેખાડી દેજો.
ધ્યાન ચૂકવીને ભીડનું ક્ષણભર,
નજર માં નજર પરોવી દેજો.
નશો હું કોઈ પણ કરતો નથી,
નજર તરત ઝુકાવી દેજો.
“કાચબા” સૌની નજરમાં આવીશ,
નજર મારી ઉતારી દેજો.
– ૦૮/૦૧/૨૦૨૧