એક પાત્રી

You are currently viewing એક પાત્રી

એકાકી જીવન જીવે છે એ કાકી,
એકલતા જોડે લડે છે એ કાકી,

કાકા ના ફોટાને લૂંછી લૂંછીને પણ,
એકી ટસે બસ જુએ છે એ કાકી,

કહેતા નથી કોઈને જાહેરમાં કશુંયે,
એકાંતે રોજે રડે છે એ કાકી,

મારી ને તાળા તિજોરી ને ગમનાં,
એકસરખી સાડી પે’રે છે એ કાકી,

જોયાં કરે છે બે પીરસીને થાળી,
એકાદું જ બટકું ભરે છે એ કાકી,

ઉડી ગયો છેદ દશકનો “કાચબા”,
એકમ પર ભાર વેઠે છે એ કાકી.

– ૨૧/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply