એના મનને કોણ કળે?

You are currently viewing એના મનને કોણ કળે?

મોજાં મારા પલળે ને દરિયા સાથે લડે,
એના મનને કોણ કળે?

થાક મને લાગે ને રસ્તા સાથે લડે,
એના મનને કોણ કળે?

ફેર મને ચડે ને ચકડોળ સાથે લડે,
એના મનને કોણ કળે?

હું અધ્ધર જોઈને ચાલું ને પથ્થર સાથે લડે,
એના મનને કોણ કળે?

તાવ મને ચડે ને ઓસડ સાથે લડે,
એના મનને કોણ કળે?

તકલીફ મને પડે ને ઈશ્વર સાથે લડે,
એના મનને કોણ કળે?

વાંક એનો હોય તોય “કાચબા” સાથે લડે 😉,
એના મનને કોણ કળે?

– ૨૧/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply