એટલું તો સમજ

You are currently viewing એટલું તો સમજ

બધું જ મારાથી થઈ શકે તો જણાવ તારી જરૂર શું છે?
કરમ કર્યેથી મળી શકે તો જણાવ તારી જરૂર શું છે?

હું તીર કાઢી મલમ લગાડું, પરંતુ ઉપચાર એકલાથી,
ફરીથી પંખી ઉડી શકે તો જણાવ તારી જરૂર શું છે?

ધરમની પોકાર પર મહાદેવ હર કરીને હુંકાર કરીએ,
લડીને સેના જીતી શકે તો જણાવ તારી જરૂર શું છે?

અહીંનું પાણી સુકાય ક્યારે ને શ્વાસ ક્યારે રૂંધાય એવું,
જો ગર્ભ નક્કી કરી શકે તો જણાવ તારી જરૂર શું છે?

નગરનાં ભંડાર પણ હલાવી શકે ના ત્યારે જરાં અમસ્તી,
કડીથી પલ્લું નમી શકે તો જણાવ તારી જરૂર શું છે?

– ૨૦/૦૮/૨૦૨૩ [અમિત ટેલર “કાચબો”]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 11 Comments

 1. મલ્લિકા ત્રિવેદી

  વાહ .. શબ્દો ચોટદાર અને જોરદાર .. મઝા આવી ગઈ

 2. સ્વાતિ શાહ

  જબરજસ્ત 👌👌👌👌

 3. વિજય પરમાર

  Wah ખૂબ સુંદર

 4. Kajal shah 'કાજ'

  વાહ સરસ 👌👌👌👌

 5. કિરણબેન શર્મા

  વાહ ખૂબ સરસ 👌👌🌹

 6. અલ્પા મહેતા

  Nice

 7. Tarulata pandya ' ratna '

  The best.👍

 8. જયપ્રકાશ વ્યાસ

  👌🌹🙏🏻

  *વાહ …!!*

  ત્રિ-નેત્રેશ્વર હર, આંખ ખૂલે અગન-જ્વાળા ભરખે
  તું જ બતાવ !, આ *કાચબાને* કવચ શાને જરૂર છે ?

 9. Pravina sakhiya

  વાહ…વાહ…કાચબાભાઈ…લાસ્ટ શેર લાજવાબ….👌✍️

 10. મોહનભાઈ આનંદ

  સુંદર રચના…

 11. સંધ્યા દવે

  વાહ વાહ રસપ્રદ ગઝલ