ફરી મળીશું?

You are currently viewing ફરી મળીશું?

વરસતે વરસાદ પલળતા’તા,
બેય ગાલે નીતરતા’તા,
આંખેથી વિરહની અગ્નિનાં ગોળા,
છૂટીને હૈયે ઉતારતા’તા.

જાઉં-નજાઉં એ કરતા’તા,
જરીક રોકાવાને લડતા’તા,
ડગલું એક એકલાં ભરી નહોતાં શકતાં,
એ વાયદાઓ દોડવાનાં કરતા’તા.

કોડીલા હૈયાં ઉકળતા’તા,
ભાવી ના સ્વપ્નો ઓગળતા’તા,
ડાળેથી ઉડીને “કાચબા” બે હોલા,
રુઢીના પાંજરે ઉતરતા’તા.

– ૦૮/૧૧/૨૦૨૧

[આંસુઓ બંધ થવાનું નામ નથી લેતાં અને શબ્દો નીકળવાનું. હાથ બાંધેલા નથી, છતાં છૂટતાં નથી. બંનેનાં મનમાં એક જ પ્રશ્ન છે “ફરી મળીશું“? આ ભવ ફરી આ ચહેરો જોઈ શકીશું?….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 6 Comments

  1. જયશ્રી દાણી

    વાહ ખૂબ સુંદર હ્રદયસ્પર્શી રચના👌👌👌

  2. યક્ષિતા પટેલ

    આંખેથી વિરહની અગ્નિના ગોળા… બાપ રે!! આંસુ માટે શું ઉપમા આપી છે.👏👏👏

    ડાળેથી ઉડીને કાચબા બે હોળા
    રૂઢીને પાંજરે ઉતરતા તા … ઓસ્સમ

    જોરદાર રચના…ખૂબ જ જોરદાર.

  3. Ishwar panchal

    સરસ રચના.

  4. Vijay kanani

    સુંદર રચના.

  5. Sandipsinh Gohil

    Ati Uttam Rachna

  6. મનોજ

    વિદાયની વેળા નું હૃદયસ્પર્શી આલેખન 👍🏻