તું તારા માંથી ‘ત‘ને લઇ આવ,
હું મારા માંથી ‘મ‘ને લઇ આવું,
તું તારો કાનો (ા) ‘મ‘ને આપ,
હું મારો કાનો (ા) ‘ત‘ને આપું,
તું ‘મ‘ને તારી સાથે લઇ જા,
હું ‘ત‘ને મારી સાથે લઇ જાઉં,
તું ‘મ‘ને તારો કરીને રાખ,
હું ‘ત‘ને મારો કરીને રાખું,
તું તારા માંથી મારો થઇ જા,
હું મારા માંથી તારો થઇ જાઉં.
આપણી અદલા બદલી થઇ જાય,
“કાચબા” તારું-મારું મટી જાય.
– ૧૯/૦૩/૨૦૨૧