ગેબી સ્મિત

You are currently viewing ગેબી સ્મિત

કંઈક તો, તારાં મનમાં, સળવળ્યું છે,
વિચારોનું, એક મોજું, ફરી વળ્યું છે,

ભરી દીધું છે, અંગેઅંગ઼, રોમાંચથી,
નટખટ એવું તરંગ કોઈ તરવર્યું છે,

મોટી કોઈ ઉથલપાથલ કરી જવાનું,
શમણું તારી આંખોમાં ઝળહળ્યું છે,

શાંત થઈને બેસી રહેલા મારા મનને,
છંછેડવાનું તને કોઈ બહાનું મળ્યું છે,

નક્કી મનમાં વાત છે કોઈ મસ્તાની,
અમસ્તું થોડી લાજથી માથું ઢળ્યું છે.

શરારતી એક સ્મિત છે “કાચબા” ચેહરા પર,
જોઈને મારુ હૈયું પણ ઝણઝણ્યું છે,

– ૨૬/૦૮/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 3 Comments

  1. Ishwar panchal

    સરસ શબ્દો સાથે રચાયેલી અદભૂત રચના.

  2. દરજી મનિષ કુમાર ભીખુભાઈ "મિત્ર"

    અદભૂત હ્રદય પુંજ ને પુલકિત કરતી સુંદર મનોભાવોને લાગણીસભર શૈલીમાં રજૂઆત… હાર્દિક ધન્યવાદ 🙏

  3. Kunvariya priyanka

    Mast