લઈ લેજે પરીક્ષા, જે થતી હોય એ,
દઈ દેજે તું શિક્ષા,જે થતી હોય એ,
ઉતાવળે મારે પણ આંબા પકવવા નથી,
કરી લઈશ પ્રતિક્ષા, જે થતી હોય એ.
તૈયારી મારી તો પુરી હોય જ છે, તું-
કરી લેજે વ્યવસ્થા, જે થતી હોય એ.
કહી દેજે નિયમો તારાં હાર-જીતના,
કરી લેજે ચર્ચા, જે થતી હોય એ.
આગવી શૈલી છે મારાં કામ કરવાની,
કહી દેજે સમસ્યા, જે થતી હોય એ.
ઉત્ર્યો છું મેદાને તો હું મારાં જોખમે,
નાહક છોડી દે ચિંતા, જે થતી હોય એ.
તરવા-ચાલવા બેવમાં સક્ષમ છે “કાચબો”,
પૂરી કરી લે ઈચ્છા, જે થતી હોય એ.
– ૧૧/૦૧/૨૦૨૨
ગજબ નો તાલમેલ બેસાડો છો.
તરવા ચાલવા બેવમાં સક્ષમ છો.
દરેક પંક્તિ માં ધારદાર શબ્દો થી અદભુત ભાવ
સર્જિત થાય છે.
વાહ …
અદભૂત રચના…