શાનો ગર્વ કરે છે, કે તેં, દુનિયા સ્થાપી છે,
ફર્ક શું પડે છે, કે તું, સર્વવ્યાપી છે.
કરીશ નહીં ગુમાન, હરિયાળી છમ્મ ચાદરનો,
ભૂખ્યા ને એક઼, રોટલી મેં હમણાં આપી છે.
ફરતો રહેતો ગામ આખામાં, તારાં જ ઓટલે જો,
તેં જ દિધેલી દિકરી, કોઈએ પાછી આપી છે.
તું તો રમતો તહેવારોમાં, દિવાળી ને હોળી,
હસતાં રમતાં ઘરને, ટોળે બાકસ ચાંપી છે.
તારે રેહવું નીલ ગગનમાં માળા બાંધીને,
પારાધી એ પંખીડાની, પાંખો કાપી છે.
કેવા અણઘઢ નિયમ-કાયદા, ઘડ્યા આડેધડ,
જેને પાળતા અ઼રાજકતા, સઘળે વ્યાપી છે.
સ્થાપી દઈને છૂટી ગયો, શું છાપ છાપી “કાચબા”,
આંખ મીંચીને બેઠો, સૌથી મોટો પાપી છે.
દુનિયા બસ બનાવી દેવાથી કંઈ નહીં ચાલે, એને બરાબર ચલાવવી પણ પડશે …ખૂબ સરસ..