ઘરનો ઓટલો

You are currently viewing ઘરનો ઓટલો

આંખ ખુલે, ત્યારે આવજે,
દિલ દુઃખે, ત્યારે આવજે,

તિરસ્કાર કોઈ કરી જાય,
અધવચ્ચે સાથ છોડી જાય,
વાયદો આપી ફરી જાય,
સમય હાથમાંથી વહી જાય,

ચિંતા કોઈજ કરીશ નહીં,
ખોટું પગલું ભરીશ નહીં,
એકડો આડો ઘૂંટીશ નહીં,
સ્હેજે અંદરથી તુટીશ નહીં,

ભવિષ્ય છું, અતિત નહીં,
તારી ઉપેક્ષાથી, વ્યથિત નહીં,
પ્રત્યક્ષ છું, પ્રતિક નહીં,
વચને સ્થિર, ચલિત નહીં,

એકલું લાગે, ત્યારે આવજે,
ભીંસ પડે, ત્યારે આવજે,
કોઈ ન મળે, ત્યારે આવજે,
મન દુભે, ત્યારે આવજે

સુકાય રણે મૃગજળશયો,
“કાચબા” પાસે, ત્યારે આવજે,…

…આંખ ખુલે, ત્યારે આવજે,
દિલ દુઃખે, ત્યારે આવજે.

– ૦૮/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply