ચુપ અહીંયા કોનાથી રહેવાય છે,
કડવું હોય તો પણ મોઢે કહેવાય છે.
પીડિત જનની દશા-વ્યથાની કોને પડી છે,
વહેતાં ઘા પર પણ મીઠું ચોપડાય છે. …ચૂપ૦
સાંભળવાની તસ્દી કોઈને જ લેવી નથી,
સામસામા ઊભરા બસ ઠલવાય છે. …ચૂપ૦
વિશ્લેષણ કરવાની ક્ષમતા કોની પાસે?
ગમતી જ એક ગ્રંથી બાંધી લેવાય છે. …ચૂપ૦
ગુપ્તતાના સોગંધ સાથે ગળી ગયેલી,
અંગત વાતો છડે ચોક ઓકાય છે. …ચૂપ૦
કિંમત એની બે રૂપિયાની બિસ્કીટ જેટલી,
ચાની સાથે મજબૂરી પીરસાય છે. …ચૂપ૦
કચડાતો હોય નિર્બળ કોઈ ભરી બજારે,
ત્યારે “કાચબા” મોઢા સૌ સિવાય છે. …ચૂપ૦
– ૧૬/૦૩/૨૦૨૨
[शांति प्रियः जना: – (લોકો શાંતિ પ્રિય હોય છે) એવું હવે તો શુભાષિતોમાં લખવા પૂરતું જ રહી ગયું છે, બાકી વ્યવહારમાં તો લોકોને “ઘોંઘાટ” કરવાનું જ ગમે છે… અરે, ખાસ કરીને જ્યાં ચૂપ રહીને શાંતિ જાળવી શકાય એવું હોય ત્યાં તો ચોક્કસ જ બોલીને ભડકા કરાવે એવી એની પ્રકૃતિ થઈ ગઈ છે….]
કવિ પોતે સાંતિપ્રિય વ્યક્તિ છે . આ કવિતામાં પોતાની વ્યથા જણાવી ધોંધત પર સતિક કટાક્ષ
ની ભાવના વ્યક્ત કરી છે.
Ghoghat Sathe Kahu chu ke Uttam Rachna che