ગુજરાતી (માતૃભાષા)

You are currently viewing ગુજરાતી (માતૃભાષા)

મારી મા મને વ્હાલથી બોલાવે, એ જ મારી માતૃભાષા,
મારી દાદી જે ગીત ગવડાવે, એ જ મારી માતૃભાષા,

મારાં મોઢાનો પહેલો જે શબ્દ એ છે,
મને સમજાયો સાચો જે અર્થ એ છે,
મારા મનમાં વિચાર જેમાં આવે, એ જ મારી માતૃભાષા,
મારા ફૂલ જેવા મનને ખીલાવે, એ જ મારી માતૃભાષા. … મારી મા૦

મારાં જીવનના ઘડતરનો પાયો એ છે,
મારાં અંતરમાં ઊંડે સમાયો એ છે,
મારી શિક્ષાને સાર્થક બનાવે, એ જ મારી માતૃભાષા,
જે હક્ક મારો મૂળભૂત કહેવાયે, એ જ મારી માતૃભાષા. … મારી મા૦

બોલું મીઠી હું ગરવી ગુજરાતી, એ જ મારી માતૃભાષા.
મારી મા પછી સૌથી મને વ્હાલી, એ જ મારી માતૃભાષા. … મારી મા૦

– અમિત ટેલર “કાચબો” ૧૮/૦૨/૨૦૨૨

[આજે ૨૧મી ફેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મારી માતૃભાષા ગુજરાતી ને “કાચબા” તરફથી ભાવપૂર્ણ ઋણસ્વીકાર સાથે માતૃવંદના…]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
6 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
21-Feb-23 8:30 PM

ગુજરાત શ્રેસ્થ છે, ગુજરાતી મહાન છે. અને ગુજરાતી કવિ જ્ઞાનવાન છે.

Tarulata pandya ' ratna '
Tarulata pandya ' ratna '
21-Feb-23 12:02 PM

અરે વાહ! લાજવાબ.👌👌✍️👍🙏🙏

નૈતિક ગાંધી
નૈતિક ગાંધી
21-Feb-23 10:02 AM

ખૂબ સરસ મજાની કવિતા છે

દિવ્યા
દિવ્યા
19-Feb-23 8:31 PM

ખૂબ જ સુંદર કૃતિ

રજનીકાંત રાવલ
રજનીકાંત રાવલ
21-Feb-22 8:19 PM

ખૂબ જ ગમ્યું….

Ishwar panchal
Ishwar panchal
21-Feb-22 8:02 PM

માતૃભાષા ને આટલું સન્માનિત કરતી કવિતા મે
પહેલી વાર વાચી.ખૂબ સરસ.