ગુમનામી બાબા

You are currently viewing ગુમનામી બાબા

તકલીફ જ્યારે પડે મોઢેથી તો ‘માં’ જ સરે છે,
પણ તકલીફ મારી જોઈને આંસુ એના પણ સરે છે.

માં મારી આખો દિવસ દીકરા-દીકરી કરે છે
પણ જલ્દી પાછો ફરવા એ ડગલાં મોટા ભરે છે.

માં મને પેટમાં ને પછી કાંખમા લઈને ફરે છે,
એ અમને બેવને કાયમ એનાં ખભે લઈને ફરે છે.

કોઈ મને વઢી જાય તો માં તરત એને વઢે છે,
પણ માં મને વઢે ત્યારે એ જ તો માં ને વઢે છે.

જેલમાં તો દેવકી સાથે વસુદેવ પણ સડે છે,
પણ કાને તો “કાચબા” ‘દેવકી નંદન’ જ પડે છે.

– ૧૫/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Tarulata pandya ' ratna '

    પિતાજીની અવ્યક્ત કથા ને વ્યથા.👌👌👌🙏🙏🙏🙏