આંખોથી તેડીને ઘર સુધી મૂકી જશે,
એ આશિક છે, ભલેને આંખ દુખી જશે.
પ્રયત્નો કર્યા કરશે નજરમાં આવવાનો,
ને નજર પડી, તો ભાન ભૂલી જશે.
વહેલો ઉઠીને, નાહ્યા વગર નીકળશે,
પાછળ છેક મંદિર સુધી જશે.
દર્શન કોના કરવાના, કોને જોશે!
જોતાં જોતાં પગથિયું ચુકી જશે.
ઉજાગરો કરશે રાતભર, દિવસે –
સપનામાં ખોળે જઈ સુઈ જશે.
હિમ્મત કરીને આવશે સામી છાતીએ,
પૂછવાનું શું, ને શું નું શું પૂછી જશે.
ચક્કર જો એમજ માર્યા કરશે “કાચબા”,
ચકલી એક દી સામેથી ઉડી જશે.
– ૨૮/૦૧/૨૦૨૨
તમારી કવિતામાં ગજબની કસિસ હોય છે.દરેક પંક્તિ
માં ભરપૂર વિચારો છે.અદભુત……