જ્ઞાનજ્યોત

You are currently viewing જ્ઞાનજ્યોત

દિશાશૂન્ય માનસ,
નવા સિમાડા પામે,
માર્ગ ભટકેલો મ્હાંયલો,
કેડીઓ ઉંડી ખાળે,

મૂંઝાયેલું મનડું,
નવી પ્રેરણા પામે,
ભાન ભૂલેલો ઘટડો,
સભાન થઈ ને જાગે,

અકળાયેલું અંતર,
શાંતિ અનંત પામે,
ચક્કર ખાધેલો ચિતડો,
સ્થિર ધીર થઈ ભાગે,

બહેર મારેલી બુદ્ધિ,
ચમક સોનેરી પામે,
બહોરાઈ ગયેલો જીવડો,
સ્વસ્થ બનીને નાચે,

“કાચબા” તેજસ્વી દિવડો,
પુસ્તક પ્રાણ પખાળે,
પ્રકાશ વેરીને જ્ઞાન નો,
મન-મસ્તિષ્ક ઉજાળે.

– ૦૧/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply