હાહાકાર

You are currently viewing હાહાકાર

સારું નરસું થાતાં થાશે, પણ હમણાં શું?
આખર નિકળી પાર જવાશે, પણ હમણાં શું?

અત્યાચારો એનાં ભરતાં જાય ઘડાને,
ફૂટશે એ જ્યારે ઉભરાશે, પણ હમણાં શું?

જેનાં ખાતર લડ્યાં એને ભાન થશે‌ ને-
કોઈ’દી સ્મારક થઈ પૂજાશે, પણ હમણાં શું?

બાણોની શૈયા પર સૂતા કણસે ભીષ્મ,
યમરાજા લેતાં લઈ જાશે, પણ હમણાં શું?

નુકશાની શું ઓછી છે અહીં ધર્મના પક્ષે,
ઉત્સવ જીતીને ઉજવાશે, પણ હમણાં શું?

સપનાં જેવું સોનેરી જીવન સપનું છે,
આંખો ખુલશે ને દેખાશે, પણ હમણાં શું?

ખોટાં સિક્કા ભેગાં કરવાં દોડ્યે રાખ્યું,
વાપરવા જાતાં સમજાશે, પણ હમણાં શું?

– ૨૮/૦૬/૨૦૨૩

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 6 Comments

  1. પ્રણવ શાહ

    ખૂબ જ સુંદર રજૂઆત.

  2. પ્રદ્યુમ્ન યાજ્ઞિક

    બહુ સુંદર રચના, અભિનંદન🌹

  3. Tarulata pandya ' ratna '

    હમણાં તો બસ લખવાનું છે.
    The best.🙏🙏🙏👍✍️👌👌👌
    હાહાકાર ઈશ્વર મચાવે છે તે ડરામણો પણ તમારો રસપ્રદ.

  4. શિતલ માલાણી 'સહજ '

    ખરેખર, આપણે માનવજાત સપનાની દુનિયામાં જ ખુશી માણીએ છીએ ને વાસ્તવિકતા તો કંઈક અનોખી જ હોય.

    રોજ હું બે હાથે માંગુ કે તું ઢગલાબંધ આપશે એ આશાએ…
    લાખોની વાતો તો તું આપીશ ત્યારે કરીશ, પણ‌ હમણાનું શું ?

  5. Parin Dave

    Wah… Khub j saras kahyu.. 👌🏻👌🏻👌🏻

  6. Kajal shah 'કાજ'

    વાહ બહુ જીવનમાં સમજવા જેવી સુંદર ગઝલ 👌👌