હૈયાવરાળ

You are currently viewing હૈયાવરાળ

પૂછો નહીં મને, મારી ઉદાસી નું કારણ,
વહેંચવાથી ઘટે એવા નથી રહ્યા દુઃખો મારા.

એક આગ ભભૂકે છે મારી અંદર ક્યારથી,
સમુદ્રો સાતેય સુકાઈ ગયા, આંખોમાં મારા.

નવાઈ રહી નથી હવે, ઘાવ ગમે તે આપો,
ફરક નથી રહ્યો દોસ્તો, અને દુશ્મનો માં મારા.

હા, હું એજ છું, જેણે કીધેલું દુઃખ વહેંચવાથી ઘટશે,
શું કરું? કહ્યામાં નથી રહ્યા, મારા શબ્દો, મારા.

તને તારી જ વાત શું કરવાની “કાચબા”?
ખુલ્લા મૂકી દીધા છે, જોઈ લે, બધા જ ઝખમ મારા.

– ૧૯/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply