હાર અને જીત

You are currently viewing હાર અને જીત

જીતેલા ચુર નશામાં છે,
હારેલાં વસવસામાં છે,
સમજાવે કોણ જઈને કોને,
કોણ ખોટી દિશામાં છે?

ભાન ભૂલી જવામાં છે,
ધ્યાન ભટકી જવામાં છે,
હાર હારી જવામાં નહીં,
ઉણાં ઉતરી જવામાં છે.

વળી ને જોઈ લેવામાં છે,
નવું શીખી લેવામાં છે,
જીત પાડી દેવામાં નહીં,
હાથ ઝાલી લેવામાં છે.

સમજ સમજી જવામાં છે,
જીત ને હાર થવાના છે,
રિયે રમતાં સતત “કાચબા”,
જીવનનો સાર એનામાં છે.

– ૨૯/૦૭/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Swati Veera

    It is perfect narration of victory & defeat. Loved this poem.