વાતાવરણમાં અચાનક પલટો આવી જાય,
હવામાં જેવો, કે, તું ભળી જાય,
ઘેરાવા લાગે કાળા ભમ્મર વાદળો,
તને અડતાં જ, તું ઉકળી જાય,
કડાકા-ભડાકા ની વાત જવા દો,
ચમકારા તારાં થકી ચમકી જાય,
વરસી જાય મુજ પર તું મન મુકીને,
અંતરમાં કેવી ઠંડક ઉતરી જાય,
ખાબોચિયા કરવાં ખોબે ભરી લઉં,
છમછમ્ માં છબછબની મજા મળી જાય,
સાંગોપાંગ પલાળી દે તારા ધોધમારથી,
અંગે અંગથી માટી સી સુગંધ ફૂટી જાય,
ઘુઘવતા હૈયાનો ઉછળતો સાગર,
તું મારે જો મટકું, તો “કાચબો” ડૂબી જાય.
– ૧૬/૦૭/૨૦૨૧