માન તો તારે રાખવું પડશે, નહીં ચાલે,
થોડું થોડું ઢાંકવું પડશે, નહીં ચાલે,
હતું જેટલું આજનું, આજે પૂરું થયું,
આવતી કાલે માગવું પડશે, નહીં ચાલે,
રાત આ કાળી અઘરી પડશે કાપવાની,
જરીક જેટલું ચાખવું પડશે, નહીં ચાલે,
આપી આપી ને પૂરું ના કરતો, છે કેટલું?
મનેય થોડું આપવું પડશે, નહીં ચાલે,
છાલાં પડ્યા તડકે ચાલતા, ભડકે બળતાં,
છાંટો પાણી નાખવું પડશે, નહીં ચાલે,
કેવું લખે તું, ભૂંસી ભૂંસીને થાકી ગ્યો છું,
કંઈક તો સારું લખવું પડશે, નહીં ચાલે,
એકલાં એકલાં, ક્યાં લગ ઝુમવું, સમરે “કાચબા”,
મારી ભેગાં આવવું પડશે, નહીં ચાલે.
– ૦૩/૦૬/૨૦૨૧