હું એને ગમું

You are currently viewing હું એને ગમું

એ કામમાં કોઈ’દિ અટવાઈ જાય,
રોટલી થોડી દાઝી જાય,
શાકમાં ભલે કારેલા હોય,
તોય હું હસતા મોઢે જમું,
હું એવો થાઉં, કે એને  ગમું.

ચિંતા એને કોઈ કોરી ખાય,
કુંડાળા નયનની નીચે થાય,
આઘાત ભલે ગમે તે હોય,
તોય હું એને ખમું,
હું એવો થાઉં, કે એને  ગમું.

કોઈ વસ્તુ પર એ મોહી જાય,
એ લેવા એનું મન લલચાય,
તપતો ભલે ઉનાળો હોય,
તોય હું બજાર આખું ભમું,
હું એવો થાઉં, કે એને  ગમું.

એ ગુસ્સા માં કંઈક બોલી જાય,
ખટાશ ના સંબંધમાં વધી જાય,
વાંક ‘કાચબા’ મારો ના હોય,
તોય હું ચૂપ ચાપ નમું,
હું એવો થાઉં, કે એને  ગમું.

– ૧૯/૧૦/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply