હું ના હોઉં ત્યારે

You are currently viewing હું ના હોઉં ત્યારે

દુનિયા ક્યાં કોઈના વગર અટકી છે?
આત્મા ક્યાં કોઈનીયે અહીંયા ભટકી છે?
છોડી ગયા અહીંથી રામ અને ક્રૃષ્ણ પણ,
તો તું વળી કયા વટની કટકી છે? …દુનિયા ક્યાં…અટકી છે?

સંસાર તારા પછી પણ રહેશે,
અડીખમ, હતો તારા પહેલા પણ કહેશે,
ભરખી ગયો છે ભૂતકાળ કેટલાયને,
તકતી ક્યાં કોઈની અહીંયા લટકી છે?…દુનિયા ક્યાં…અટકી છે?

આવ્યો હતો તું કોઈની જગ્યાએ?
કે, તેં કોઈની ખુરશી ચટકી છે?
દુઃખી છે કેટલાય તારા વિયોગે, તો
કેટલાયને હાજરી તારી ખટકી છે,…દુનિયા ક્યાં…અટકી છે?

ધીમે ધીમે ચક્કર ચાલવા માંડે છે,
તારા વગર લોકો શિખવા માંડે છે,
વ્હેમ ના રાખજે ખોટો “કાચબા”,
નહીંતર કહેશે ‘કમાન’ છટકી છે,…દુનિયા ક્યાં…અટકી છે?

– ૨૯/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply