સ્વપ્નના સંકેતો કોઈને સમજાય, તો કે’જો,
આંખ ખૂલ્યે સંદેશ પહોંચી જાય, તો કે’જો,
રોમાંચક કોઈ ફિલ્લમનો અંત આવે઼’ પે’લા,
ખબર હોય કે રીલ કોણ લઈ જાય, તો કે’જો.
ઢોળાયો જ્યાં ખડિયો, પીંછી આડી ઉભી મારું,
ધ્યાન આપજો ચિત્ર સ્પષ્ટ થઈ જાય, તો કે’જો..
ઘટિત થઈ જાય ઘટના જો પલકારે એક આંખના,
ધાર સમયની ઝીણી કોઈથી પકડાય, તો કે’જો.
હાથમાં જો આવે તો છટકી એ શકે નહીં, પણ-
વિચારોની ઝડપે કોઈથી દોડાય, તો કે’જો.
ભય હોય કે હર્ષ એ સમજાઈ ગયાં પછી,
અડધી રાતે ઉઠ્યા હોય ને કહેવાય, તો કે’જો.
બંધમાં કે ખુલ્લું જે કહેશે઼’ રમશું “કાચબા”,
દાવ મોટો આંકડા પર રમાય, તો કે’જો. … સ્વપ્નના સંકેતો૦
– ૧૭/૦૧/૨૦૨૨
ખુબ સરસ રચના.અદભુત,