કેટલો નવરો છે! તને કોઈજ કામ નથી?
મારા સિવાય ચોપડીમાં, બીજું કોઈજ નામ નથી?
દોડતા હતા બધ્ધાંય, પણ હું એકલોજ પડ્યો,
બધામાં મારો એકલાનોજ, આનંદ તને નડ્યો?
હજી પેહલો ઘા જ ક્યાં રૂઝાયો છે,
તે તું ફરી મારા પર ખિજાયો છે.
તારું શું કરું, મને સમજાતું નથી,
કંઈપણ કહું, તને સમજાતું નથી.
હવે બોલ, માનવાનું શું લેશે?
તારા મનમાં શું છે, કંઈક કહેશે?
– ૧૩/૧૦/૨૦૨૦