ભજન કરવા એક ભગવાન જોઈએ છે,
કહ્યાગરો હોય એવો ગુણવાન જોઈએ છે.
ક્ષણની જ મોહલત પર, સાદ પડે એટલે-
સજ્જ થઈ આવે’એવો વેગવાન જોઈએ છે.
પથ્થરો બહું મોટાં પડ્યા નસીબમાં,
ઊંચકીને ફેંકે’એવો બળવાન જોઈએ છે.
માંગવાની રોજ મને આદત પડી છે,
સ્વભાવે ઉદાર અને ધનવાન જોઈએ છે.
વેદોની ભાષા પણ અઘરી ઉકેલવી-
આત્મસાત કરાવડાવે, વિદ્વાન જોઈએ છે.
કુવિચારો નિરાશા ને આપે તિલાંજલિ,
નવી દિશા ચીંધે, નવજવાન જોઈએ છે.
પ્રભાવી હોય આભા,તો જ આવે સમર્પણ,
“કાચબા” ઓજસ્વી-સ્વરુપવાન જોઈએ છે.
– ૦૧/૦૪/૨૦૨૨
[ટચૂકડી “જાહેર ખબર“: એક ભોળા ભગત માટે સસ્તો, સારો, ટકાઉ અને કહ્યાગરો ભગવાન જોઈએ છે. મ્હોં માંગ્યો પગાર આપવામાં આવશે (નહીં). આખા દિવસની નોકરી અને રહેવા-જમનાનું મફત…. આજે જ સંપર્ક કરો…]

કવિ હંમેશ ની જેમ ચોગ્ગા છગ્ગા ફટકારતા હોય છે.
( મેચ રવિવારે છે ) એક વાર ફરી બુદ્ધિજીવી માટે
સમજવા જેવો પ્રશ્ન કવિ એ રજૂ કર્યો .