વાંકા વળીને પણ જોયું,
હાથ જોડીને પણ જોયું,
સામું મળીને પણ જોયું,
પાછું ફરીને પણ જોયું,
સીધા રહીને પણ જોયું,
આડા પડીને પણ જોયું,
ખોટું હસીને પણ જોયું,
સાચું રડીને પણ જોયું,
મોઢે માંગીને પણ જોયું,
હાથે છોડીને પણ જોયું,
કહ્યલું કરીને પણ જોયું,
માંગ્યું ધરીને પણ જોયું,
ધ્યાન રાખીને પણ જોયું,
ઝેર ચાખીને પણ જોયું,
ભયાનક સ્વપ્ન જેવું “કાચબા”,
દ્રશ્ય જાગીને પણ જોયું.
– ૨૯/૧૨/૨૦૨૧
[એને મનાવવા માટે કંઈ કેટલુંય કર્યુ, બધાં અપમાન સહીને પણ એની બધી જ શરતો માની, તે છતાંય જાણે પથ્થર પર પાણી. એ એટલો તો “જક્કી” નીકળ્યો કે જરાય ટસ નો મસ નહીં થયો, અને આખરે વેઠવાનું તો મારે જ આવ્યું….]
વાહ…કાચબાભાઈ…ખૂબ સરસ 👌✍️
સચ્ચાઈ થી પરિપૂર્ણ સાથે અનુકંપિત ભાષા જે સર્વસ્વીકૃત હોય છે.
સરસ ….રચના