આગળ સમસ્યા તારી છે,
મેં તો નાવ ઉતારી છે,
ડૂબી જશે તો મારું શું છે,
શાખ તો મોટી તારી છે.
તો શું, રાત અંધારી છે,
આપી તેં જ ખુંવારી છે,
વિચાર તારે કરવો’તો ને,
બાળક આજ્ઞાકારી છે,
દેખાવે રૂપાળી છે,
પણ, માયા તો ધુતારી છે,
એતો એનાં સ્વાર્થની સગી,
નહિ મારી કે તારી છે,
ઝડપી લે તક સારી છે,
સલાહ તને એ મારી છે,
તારી શકે “કાચબા”ને તો એ,
કહેશે તું અવતારી છે.