હું તો “કાચબો”, ધીમો ચાલતો,
ધીમો ચાલતો, સતત ચાલતો,
સતત ચાલતો, ટટ્ટાર ચાલતો,
ટટ્ટાર ચાલતો, સીધો ચાલતો,
સીધો ચાલતો, બધે ચાલતો,
જ્યાં પણ ચાલતો, સાથે ચાલતો.
સાથે ચાલતો, હસતો ચાલતો,
હસતો ચાલતો, ગાતો ચાલતો.
ગાતો ચાલતો, રમતો ચાલતો,
રમતો ચાલતો, ગમતો ચાલતો,
ગમતો ચાલતો, નમતો ચાલતો.
નમતો ચાલતો, પડતો ચાલતો,
પડતો, ચાલતો, ચડતો, ચાલતો,
હું તો “કાચબો”, સતત ચાલતો.
– ૨૯/૧૨/૨૦૨૦
અદભુત…..