કામણ

You are currently viewing કામણ

ઉતરીને આજ જોયુ એનાં કમળનયનમાં,
આવે સુગંધ ક્યાંથી કંચન સમા વદનમાં.

કાજળ ભરેલી પાંપણ હળવેથી દ્વાર ખોલે,
ઝાંખા પડે છે ચાંદો સૂરજ નીલ ગગનમાં.

ભોંઠી પડે છે ઉષ્મા શ્રાવણની ધારની પણ,
એવો નશો નજરનાં કામણ ભર્યા નમનમાં.

સ્પર્શીને કરકમળને રોમાન્ચ કેવો આવે,
આનંદ નહીં જ આવે એ પુષ્પનાં દમનમાં.

ઓછાં હતાં શું ગાલે ખંજન થયું ઉદર પર,
આંખો ઠરીને બેઠી હૈયું બળે અગનમાં.

ફરફર કરી કરીને ઉત્તેજના વધારે,
ઉડતો નથી કહોને પાલવ કેમ પવનમાં?

– ૨૩/૦૭/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 5 Comments

  1. Tarulata pandya ' ratna '

    જોરદાર.👍

    1. સંધ્યા દવે

      વાહ વાહ મસ્ત ગઝલ

  2. બેઝૂબા

    બહુંજ સુંદર અને અપ્રતિમ મિત્ર! ફરફર કરી કરીને ઉતેજના વધારે ,
    ઉડતો નથી કહોને પાલવ કેમ પવનમાં ?

  3. Vijay parmar veer

    સુંદર ગઝલ

  4. પ્રદ્યુમ્ન યાજ્ઞિક

    બહુ સરસ પ્રસ્તુતિ 🌹