કાટ

You are currently viewing કાટ

પાણી કદી લોઢાને ઓગાળી નથી શકતો,
મજબૂત એના મનોબળ ને તોડી નથી શકતો.

કર્યા કરે છે કાવા દાવા તોડી પાડવાના તોયે,
ધરીને હાથ પર હાથ કદી બેસી નથી શકતો.

ભેળવી લે છે પ્રાણવાયુને યોજનામાં એની,
“તું પણ એકલે હાથે એને ઉડાડી નથી શકતો”.

ધોવા અને સુકવવાના બહાને મળતાં રહે છે બન્ને,
ખર્ચાઈ ગયો, પણ પ્રાણવાયુ, કળી નથી શકતો.

કોરી ખાય છે ધીમે ધીમે અંદર-બહારથી સતત,
મૂઢ લોઢું ગૂઢ યોજનાને સમજી નથી શકતો.

કટાઈ જાય છે “કાચબા”, પ્રતિભાઓ લોઢા સમી,
ક્રોધ અને અભિમાનની ચાલ ઓળખી નથી શકતો.

– ૨૫/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply