કાચબો બોલે છે, ધ્યાનથી સાંભળજો,
નફાખોરી એ માઝા મૂકી છે,
પડીકે બાંધીને, હવા, વેચવા મૂકી છે.
કાચબો બોલે છે, ધ્યાનથી સાંભળજો,
મોંઘવારી એ માઝા મૂકી છે,
ગોળી ખાતર, ચૂડી, ગીરવે મૂકી છે.
કાચબો બોલે છે, ધ્યાનથી સાંભળજો,
ગુનાખોરી એ માઝા મૂકી છે,
દીકરા એ, બાપ પર, છૂરી મૂકી છે.
કાચબો બોલે છે, ધ્યાનથી સાંભળજો,
ભુખમરી એ માઝા મૂકી છે,
ગીધ્ધોનાં ટોળાએ દોટ મૂકી છે.
કાચબો બોલે છે, ધ્યાનથી સાંભળજો,
દુરાચારે માઝા મૂકી છે,
ગાયોને ઉકરડે રઝળતી મૂકી છે.
કાચબો બોલે છે, ધ્યાનથી સાંભળજો,
અવિશ્વાસે માઝા મૂકી છે,
વિશ્વાસ કરવા શરતો મૂકી છે.
કાચબો બોલે છે, “કાચબા” સાંભળજો,
કાળીયા યુગે માઝા મૂકી છે,
માણસે માણસાઈ નેવે મૂકી છે.
– ૦૭/૦૫/૨૦૨૧
એકે એક શબ્દ એકદમ ધારદાર અને ચોટદાર તમાચો સાંપ્રત વ્યવસ્થા પર