નિયમની માથે ચાલ,
સમયની સાથે ચાલ,
કરીલે પૂર્વ તૈયારી,
ઉદયની સાથે ચાલ,
નક્કી કરીલે એકવાર,
ધગસની સાથે ચાલ,
પ્રલોભનો જેટલાં આવે,
સંયમની સાથે ચાલ,
પડકારો તને ડરાવે,
અભયની સાથે ચાલ,
પકડીલે માર્ગ અડીખમ,
વિજયની સાથે ચાલ,
રહીશ ના પાછળ “કાચબા”,
ઝડપની સાથે ચાલ…….
નિયમની માથે ચાલ, …
સમયની સાથે ચાલ….
– ૨૨/૦૩/૨૦૨૧