ભૂખ કલમ ને, ચાલવાની,
વૃંદાવનમાં, મ્હાલવાની,
વીણતી રેહતી મધુરા પુષ્પો,
ફોરમ બનીને ફાલવાની.
તરસ છે એને ઝાંઝવાની,
આવડત ખોબે ઝાલવાની,
પીતી રહેતી કાન દઈને,
આંખ લઈને ગાળવાની.
ફરજ એકજ પાળવાની,
વળાંક આવે, તો વાળવાની,
વળગી રે’વું સત્યને પંથે,
ખોટી પ્રશંશા ટાળવાની.
બીબે નહીં કોઈ ઢાળવાની,
હૈયું નહીં કોઈ બાળવાની,
“કાચબા” રસ્તે ખાડા હોય તો,
અણી જરાક રાડ પાળવાની.
– ૦૭/૧૨/૨૦૨૦