ગણી ગણી ને વાપરું છું,
સત્કર્મો,
રખેને ખૂટી જાય.
અભ્યાસ રોજ એનો કરું છું,
આદત,
રખેને છૂટી જાય.
સત્ય હંમેશા મનમાં બોલું છું,
સંબંધ,
રખેને તૂટી જાય.
અરીસો કોઈને બતાવતો નથી,
ફુગ્ગો,
રખેને ફૂટી જાય.
દોલત કોઈની ગણાવતો નથી,
દુનિયા,
રખેને લૂટી જાય.
હૈયું ક્યારેય ખોલતો નથી,
ઘાવ,
રખેને ઘૂટી જાય.
પંચાત માં માથું મારતો નથી,
“કાચબા”,
રખેને ફૂટી જાય.
– ૧૬/૦૨/૨૦૨૧
