આપણું કહી શકાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
પાછું જઈ શકાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
ભૂલા તો પડી જવાય છે રોજ અહીંયા, પણ
અડધી રાતે જઈ ચઢાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
ઉભરો ઠાલવવાનું કોને નહીં ગમે? પણ –
થોડું રહી પડાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
કોઈ તલવાર લટકતી રહેતી કાયમ માથે,
નિરાંતે સુઈ જવાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
“મેં તો કીધુંજ’તું, પણ તું મારું માને તો ને”,
મ્હેણાં નહીં મરાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
ઔપચારિક આમંત્રણોની પત્રિકા નેવે મૂકી,
હૈયું લઈ જવાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
મન જો થાય એટલે ઉપડી પડીએ “કાચબા”,
કારણ નહીં પૂછાય એવાં, ઠેકાણાં હવે કેટલાં?
– ૧૨/૦૯/૨૦૨૧
વરવી વાસ્તવિકતાની જોરદાર રજુઆત….👏👏👏
સાચી વાત કરી આપે હવે પહેલા જેવી લાગણીઓ માન અને નિઃસ્વાર્થ સંબંધો નથી જ્યાં બેજીજક જઈ શકાય
ખુબ જ સુંદર રચના👌👌👌👌👌👌👌🌷🌺🌹💐✍️✍️✍️✍️✍️✍️
અમિત ભાઈ હૈયાંને વ્યથિત કરતાં મનોભાવોને લાગણીસભર શૈલીમાં ઉત્કૃષ્ટ કાવ્યપંક્તિઓ માં વ્યક્ત કરો છો તમે કે ભાવવિભોર થઈ જવાય છે… હાર્દિક ધન્યવાદ 🙏
સંબંધો ની બદલાતી રફતાર અને યંત્રવત જિંદગી જે
તમારી કવિતા માં પ્રતિબિંબિત થાય છ.
ખૂબ સરસ વાત કરી કાચબાભાઈ,
મન થાય ત્યારે માથું ઢાળી શકાય એવાં ખભા હવે બહુ ઓછા બાકી રહ્યાં છે.