કશુંક ખોવાયું છે

You are currently viewing કશુંક ખોવાયું છે

ક્યાં ગઈ પ્રેરણા, મારી, મળતી નથી,
એના વગર સાંજ, મારી ઢળતી નથી,

ઉંચું જોઈને વિચારું કરું, સવારથી સાંજ
પડી, તોયે, સમજ કશી પડતી નથી… ક્યાં ગઈ…

ખાલી થઈ જવા આવી બે-બે શીશીઓ, પી લઉં
ગમે તેટલી, એના જેટલી ચઢતી નથી… ક્યાં ગઈ…

એ ઉદાસી એવી જગ્યાએ મૂકી ગઈ, ઘર આખું
ફંફોળી વળ્યો, કેમેય કરીને જડતી નથી… ક્યાં ગઈ…

ઘરગથ્થુ ઉપચાર ઘણા કર્યા, પણ વ્યર્થ, એના
દર્શન સિવાય, ઠંડક આંખોને મળતી નથી… ક્યાં ગઈ…

એની યાદો તો એના જ કહ્યામાં રહશે ને,સામે
બેસી રહે છે પણ, મારી સાથે લડતી નથી… ક્યાં ગઈ…

સીધી લીટીમાં ચાલે ગુમસુમ, કલમ, “કાચબા”
ટેવાયેલી એની, એના વગર વળતી નથી… ક્યાં ગઈ…

– ૦૪/૦૨/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments