કેમ પોસાય?

You are currently viewing કેમ પોસાય?

તું રીસાય, એ કેમ પોસાય?
બેવ પીસાય, એ કેમ પોસાય?

સંવાદ ટેરવાંઓ બંધ કરી દે,
હોઠ બિડાય, એ કેમ પોસાય?

ઉભરા અંતરના ઉંડાણથી આવે,
હૈયાં રીબાય, એ કેમ પોસાય?

ભાર છાતી પર લાગતો કેટલો,
શ્વાસ રૂંધાય, એ કેમ પોસાય?

ગાલોની લાલી આંખોમાં ઉતરે,
જીવ કપાય, તે કેમ પોસાય?

પડખુ ફરું તો, બાજુની જગ્યા,
ખાલી દેખાય, તે કેમ પોસાય?

પ્રેમ કહાણી “કાચબા”ની એમાં,
દર્દ લખાય, તે કેમ પોસાય?

– ૨૨/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. જયકુમાર

    ખૂબ જ સરસ…

  2. Pravina sakhiya

    વાહ…કાચબાભાઈ….
    વિરહની ફરિયાદ એક અંલગ અંદાજમાં…
    ખૂબ સુંદર રજૂઆત 👌✍️