હું કેવી રીતે માનું?

You are currently viewing હું કેવી રીતે માનું?

તું છે, તો સાબિતી આપ,
ક્યાં છે, માહિતી આપ.

ખુલ્લાં છે મારાં, આંખ કાન બંને,
તારા ખુલ્લા હોવાની, પ્રતીતિ આપ…. તું છે, તો…

વિચારોમાં આવીને નાસી જાય છે,
ભેટ કોઈ આપ, તો દેખીતી આપ.

છે કોઈ મુદ્રિકા, બોલ તારી પાસે?
નિશાની મને કોઈ, જાણીતી આપ….. તું છે, તો…

તારા જ પાપે ફેલાયેલી છે મારી,
જીંદગી ની બાજી, સમેટી આપ.

બાજીગર હોવાના બણગાં ભરે છે,
“કાચબા”ની હારેલી, બાજી જીતી આપ…. તું છે, તો…

– ૦૬/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply