સવાલો એની આંખમાં હતાં,
જવાબો એની પાંખમાં હતાં,
સીધે સીધાજ કંઈ ઉંચે જવાય?
વળાંકો કેટલાં શાખમાં હતાં,
જરૂર હતી અંદર જોવાની,
વિક્લપો સવા લાખમાં હતાં,
ભટકતો રહ્યો જંગલ જંગલ,
ધનુષ ને બાણ તો કાંખમાં હતાં,
વપરાયા વગરના હુન્નર, ત્રાસી,
નાસી જવાની તાકમાં હતાં,
સાંજ પડ્યે સમજ ના પડી,
અજ્ઞાનમાં કે તુમાંખમાં હતાં,
છતી પાંખે પણ ઉડ્યા નહીં “કાચબા” ,
પસ્તાવા એની રાખમાં હતાં.
– ૧૧/૦૮/૨૦૨૧
છતી પાંખે પણ ઉડ્યા નહીં,
ખૂબ આત્મચિંતન યુક્ત કવિતા.