થોડી શરમ જો રાખી હોત,
સંબંધમાં કંઈક તો બાકી હોત,
વાત રહી જાત દીવાલોમાં,
તુમાખી જો તેં ત્યાગી હોત.
ભૂલ તારી તું સમજી જાત,
વગર માંગે પણ માફી હોત.
લાજ રહી જાત બે આંખોની,
મળેતો ભલેને ત્રાંસી હોત.
તુંય ફાવત નહીં જો કાશ-
અમે શીખી ચાલાકી હોત.
અસહ્ય થાય છે વિશ્વાસઘાત,
નહીંતર કોણ એકાકી હોત.
માયાળું હોત ન “કાચબા” તો,
દુનિયા આખી વૈરાગી હોત.
– ૦૧/૦૪/૨૦૨૨
[થોડો વિવેક દાખવીને અને થોડી બાંધછોડ કરીને પણ, જો તેં વ્યવહાર સાચવી લીધો હોત તો આજે આપણા સંબંધોમાં આટલી બધી “ખટાશ” નહીં હોત. કંઈ નહીં તો કમસેકમ ઔપચારિક શિષ્ટાચાર તો રહી જ શક્યો હોત. પણ હવે…. બધું પત્યું….]
સંબંધો ની મયાજાર ને બરાબર સમજતા અને નિભાવતા કવિ સંબંધો ની લક્ષ્મણ રેખા નો નિર્દેશ
કરે છે.