ખોટનો ધંધો

You are currently viewing ખોટનો ધંધો

લેણદાર હોય તો કે’જો, મજબુરી વેચવા નીકળ્યો છું.
ઉપજ આ વરસ મબલક, થોડી મફત વહેંચવા નીકળ્યો છું,

વ્યવસાય માં થોડો નવો છું, ને પા પા પગલી ભરું છું,
ભાવતાલ ની ખબર નથી, હાટડી ફરવા નીકળ્યો છું,

સમય બહુ મારે ઝાઝો નથી, ભાર હવે વેઠાતો નથી,
ટોપલો લઈને નીકળ્યો માથે, હળવો કરવા નીકળ્યો છું.

પડ્યા પડ્યા સડી જશે, કંઈક તો દામ મળી જશે,
ભાવ વ્યાજબી કરી આપીશ, ખાલી કરવા જ નીકળ્યો છું,

ઢગલો સામે મુક્યો, લ્યો, વીણી વીણીને કાઢી લ્યો,
વજનમાં તમે નિશ્ચિંત રહો, નમતું જોખવા જ નીકળ્યો છું,

માર સમયનો પડ્યો છે, વિધાતા મુજને લડ્યો છે,
કકળાવી ને હૈયું “કાચબા”, જાત વ્હેરવાં નીકળ્યો છું.

– ૦૧/૦૬/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments