શિયાળે સવારે, ગરમ
ચુસ્કી ચા ની,
તારો સાથ.
ધુમ્મસના ગોટા, ને
ચશ્મા પર પાની,
તારો સાથ.
ભળી જાય એમાં,
સોડમ મજાની,
તારો સાથ.
એલચી તો એલચી,
શું મોટી શું નાની,
તારો સાથ.
ઘાટો એ રંગ, ને
કડક મજાની,
તારો સાથ.
ગુલાબી છે મોસમ,
પરોઢ રજાની,
તારો સાથ.
ઉષ્મા તે ઉષ્મા,
શાને રહે છાની,
તારો સાથ.
હું અને તું હોય,
શરમ પછી શાની,
તારો સાથ.
હાથ તું લંબાવે,
કેવી પાછી પાની,
તારો સાથ.
ઉતાવળા દાઝે,
કહી ગયા જ્ઞાની,
તારો સાથ.
એક એક ચુસ્કીએ,
વાત તારી માની,
તારો સાથ.
શિયાળે સવારે, ગરમ
ચુસ્કી ચા ની,
તારો સાથ.
– ૨૨/૧૧/૨૦૨૦