કોને કહું, કે મારાં મનમાં, શું છે?
પૂછે તો બધાં જ, કે’ તારે કહેવું શું છે?
સાંભળતું નથી કોઈ ધ્યાન દઈને મને,
જેને કહું, એ કહી દે, કે, એમાં, શું છે?
સમજાતું નથી, કે એનાં મનમાં, શું છે?
એની ઉપેક્ષા નું, કારણ શું છે?
નથી કહેતો, કે નથી કળવા દેતો,
કોણ જાણે, “કાચબા” એણે કરવું શું છે?
– ૧૨/૦૯/૨૦૨૧
જોરદાર વાત કરી આતો….
અંતર્મન માં ઉદભવતા હૈયાંને હલબલાવી રહેલા મનોભાવોને લાગણીસભર શૈલીમાં વ્યક્ત કર્યા છે અમિત ભાઈ હાર્દિક ધન્યવાદ 🙏
ખૂબ સરસ રચના.
દરેકના મનમાં મુંજાતો પ્રશ્ન ….ને સરળ ભાષામાં નિરૂપણ
તમારા મનમાં શું છે એ અમને પણ નહીં સમજાયું 😁 😀😀