રંગ નથી, સુગંધ નથી,
કોમળ મારા અંગ નથી,
કાંટા મારે શું કામ રાખવા?
કોઈની સાથે જંગ નથી.
મધમાખીતો રસ ની સગી,
એ ના આવે, હું દંગ નથી,
પતંગિયાની વાત જવાદો,
ભમરાનોય મને સંગ નથી.
ભલે પ્રેમિકા ના લોભાય,
ભલે પ્રીતમનો સંગ નથી,
મહાદેવ દર્શન ના થાય,
તોયે તપસ્યા ભંગ નથી.
રંજ નથી મને જરાયે એનો,
એવો મારો ઢંગ નથી,
ક્ષણભર પણ આનંદ ન આપું,
એવો સાવ કઢંગ નથી.
કળી નથી તો શું થયું “કાચબા”,
મન મારે ઉમંગ નથી?
જ્યાં મળ્યા ત્યાં રંગ વિખેરું,
એમાં નિયમ ભંગ નથી.
– ૦૨/૧૦/૨૦૨૦